લીટી
લીટી
ઉંચાઈ કદી ના આંબી શકાશે, કોઈને નીચા પાડી,
આભના તારલિયા શું દેખાશે, કોઈને ધૂળ ચટાડી ?
ખુદ કરવો પડશે પરિશ્રમ, જો હોય જગતમાં ચમકવું,
બીજા ના અજવાળે કદી કોઈ ના ચમક્યું, તે સમજવું પડશે.
સપના જુઓ ચાહે લાખ કોડી ના, પુરા થાશે એ નક્કી,
બીજાની શહોરત આંજી ગઈ જો, પટકાશો તમે ઝટ્ટથી.
જે સીડીના પગથિયાં પહોંચે, ઉપર છેક આકાશે,
એજ પગથિયાં નીચે પણ ઘસડે, જો જરા ધ્યાન ના રાખીયે.
જયારે ખુદની મહેનત ફળશે, સિદ્ધિ આપોઆપ મળશે,
આપણી લીટી લાંબી કરવા, બીજાની ના ટૂંકાવીએ.
