STORYMIRROR

Sheetlba Jadeja

Inspirational

3  

Sheetlba Jadeja

Inspirational

લીમડો ને પીપળો

લીમડો ને પીપળો

1 min
228

લીમડો ને પીપળો એક સાથે હવામાં ઝૂલે છે,

લીમડાની ડાળી આજે પીપળા પર ઝૂકેલી છે !

પીપળો સ્મિત વેરાવી લીમડાને આજે ભેટે છે‍ !


પાડોશી છે બંને એક ગલીનાં એક ફળીનાં,

અષાઢી બીજમાં લીલાછમ થઈ સંગીત વેરે છે,

વર્ષાનાં થનગનાટમાં ડાળી ડાળીઓ નૃત્ય કરે છે !


પાનખરનાં ખરી ગયેલા પાનની ડાળીમાં,

આજ નવી કુંપણો ફૂટે છે,

આનંદમાં મદમસ્ત થઈ,

આજ લીમડો ને પીપળો હવામાં ઝૂલે છે !

લીમડાની ઝૂકેલી ડાળીઓ પર ખિસકોલી રમતો માંડે છે ‍!


પીપળાનાં પાન તે દ્રશ્ય જોઈ થોડા શરમાય છે,

કોયલ, મેના, પોપટના સંગીત પણ કાનોમાં ગુંજે છે,

ગગન આખું ને વાદળા આજે વરસાદ નિચોવે છે !


સઘળાં પર્ણોએ નવી લીલુડી સજાવટ કરી છે આજે દેહમાં,

ને આજ ધરતી પણ તેની સાથે બોલે છે !

ઠરી ગઈ આજે ભડભડતી બપોરની કાયા એની,

વરસાદથી ભીંજાઈને એક એક કણ આજે સજીવન થઈ બોલે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational