STORYMIRROR

Hemisha Shah

Inspirational Others

4  

Hemisha Shah

Inspirational Others

લીલું પાનેતર

લીલું પાનેતર

1 min
471

ઓઢીને લીલું પાનેતર 

ધરતી કેવી લહેરાઈ 

ને પછી સરકેલા ઝાકળને 

ઝીલીને એમજ શરમાઈ


પર્વતોનો બોજ ક્યાં લાગતો 

એતો ગમતો વરસાદ જો લાવતો 

તરબોળ ધરતી એ વરસાદમાં

છમછમ વહેતો પરસાળમાં


ઝરણાં ને નદી કેવી તરસતી 

ધરતીની સાખે દરિયાને મળતી 

 કેવા ઊંડાણ સંતાયા દરિયાની કોખમા 

મરજીવા જાય ત્યાં મોતીની શોધમાં 


લાલિમા પ્રસરાય જ્યાં ક્ષિતિજે દરિયો  

હરખાય ધરતી જ્યાં ઘૂઘવતો દરિયો

મૃત્યુ પછી ખુદમાં સાચવતી "માનવજાત" 

ધરતી પર ના બોજ આ દિવસ ને રાત


ધરતીને અંધાર ઓઢાડતી 

આ રાત કંઈક કહેતી 

સવારે સૂરજને પ્રેમથી સહેતી

ખેતરે ઉભો લીલોતરો પાક છે બસ  

એજતો ધરતીના પાનેતરની ભાત છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational