લીધું છે
લીધું છે
બે કાંઠાને સરખી રીતે સાચવીને વહેતી
મા તે લુપ્ત સરસ્વતીનું સ્થાન લીધું છે,
પ્રેમ આંસુ લાગણી એ બધા શબ્દોને ભેગા કરી
મા તે તારા નામે બધા જમા કરાવી લીધું છે,
મૃગજળ તરસ તાપ બધું ભેગું કરી
રણને મનના ખૂણામાં સ્થાપિત કરી લીધું છે.
આંખો સદાય તેજોમય ચળકતી રાખવામાં
શમણાંઓ સઘળા મ્યાનમાં કરી લીધા છે.
ઠંડા અને શુષ્ક વાયરા હાડ થિજવી નહીં શકે
તડકાને તારણહાર માની અપનાવી લીધો છે.
સંબંધો સઘળા અંતર્ધ્યાન થઈ ગયા પળવારમાં
શોધવા માટે જ્યારે દીવાનો સહારો લીધો છે.
દરિયાનું પાણી હવે મીઠું થાય તો કહેવાય નહીં
આંખોમાં સઘળી ખારાશને ઝીલી લીધી છે.
