લઈ લે શરણમાં તારી
લઈ લે શરણમાં તારી
મે તુજ સંગ પ્રીત બાંધી,
ઓ શ્યામ સુંદર ગિરધારી,
રાત દિન હું દ્વારે ઊભી, વાટ જોઉં છું તારી,
દૂર દૂર સુધી નજર દોડાવું, ન જોઉં સૂરત તારી,
તને મળવાની રઢ લાગી,
ઓ શ્યામ સુંદર ગિરધારી,
હૃદય કેરા નંદ ભવનમાં, છબી વસાવું તારી,
તુજને નિરખવા મનડું ઝંખે, દર્શન દે વનમાળી,
હું તડપું રાત સારી, ઓ શ્યામ સુંદર ગિરધારી,
ભજન કરૂં છુ તારા નામનું, જપું છુ માળા તારી,
ન તલસાવીશ હવે તુ મુજને, હૃદયમાં વિરહ ભારી,
હું સદાય દાસી તારી, ઓ શ્યામ સુંદર ગિરિધારી,
રોઈ રોઈ શોધુ તુજને, નયનથી અશ્રુ વહાવી,
સાદ દઈને પોકારે "મુરલી", ટહુકી કોયલ કાળી,
મને લઈ લે શરણમાં તારી, ઓ શ્યામ સુંદર ગિરિધારી.