STORYMIRROR

Heena Pandya (ખુશી)

Inspirational

3  

Heena Pandya (ખુશી)

Inspirational

લઈ જશે કલમ મને

લઈ જશે કલમ મને

1 min
1.2K


ગગન ભણી લઈ જશે કલમ મને.

કરજ ગણી લઈ જશે કલમ મને.


અહીં શબદ ઘણો જ ધારદાર છે.

તરત લણી લઈ જશે કલમ મને.


પછી ભલે જતી રહું હું ગર્ભમાં,

ફરી જણી લઈ જશે કલમ મને.


લે એક ગૂંથણી કરે હૃદય થકી,

કશે વણી લઈ જશે કલમ મને.


ઘણું બતાવશે "ખુશી" આ જિંદગી,

'ને ઘર ચણી લઈ જશે કલમ મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational