STORYMIRROR

Jignesh christi

Inspirational Others

4  

Jignesh christi

Inspirational Others

લહેર છે

લહેર છે

1 min
262

જીવનમાં મારાં જુઓ ને કેવી લહેર જ લહેર છે,

શું કહું હું તમને મને ખ઼ુદાની કેવી મહેર છે.


મુશ્કેલીઓથી ક્યારેય હિંમત ના હારશો,

મુશ્કેલીઓ અત્યારે કયાં નથી ? ઘેર- ઘેર છે.


સઘળું ભેગું કરવું પડે છે તમારે જાતે જ અહીં,

જેટલું પણ છુટુ છવાયું અને વેરવિખેર છે.


આપણે માનીએ તો દુઃખ અને માનો તો લહેર છે,

બસ મારી અને તમારી સમજણમાં આટલો ફેર છે.


લીલાલહેર જીવનમાં એમ જ કયારેય ના આવે "સંગત"

અમૃત સમજીને પી જવું પડે ભલે હાથમાં ઝેર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational