STORYMIRROR

Chirag Padhya

Drama

4  

Chirag Padhya

Drama

લગ્ન

લગ્ન

1 min
364

લગ્ન છે...


      અઢી અક્ષરનો શબ્દ,

      અર્થ જેનો વિશાળ.


      સાત ફેરાનો રિવાજ,

      સાત જનમનો સાથ.


      બે હસ્તનો મેળાપ,

      બે આત્માનું મિલન.


      અજનબીનો કરાર,

      સુખ -દુઃખનો સાથ.


      યુવાનીનો સાચો પ્રેમ,

      ઘડપણનો વિશ્વાસ.


      એક ઘરથી વિદાય,

      બીજા ઘરની સગાઈ.


      એક ઘરની લાડલી,

      બીજા ઘરની રાણી.


      એક મીઠો અહેસાસ,

      કુદરતનો ઉપહાર,


      બે અપરિચિતોનો,

      જિંદગીભરનો પરિચય

      છે લગ્ન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama