STORYMIRROR

Shaurya Parmar

Inspirational

0  

Shaurya Parmar

Inspirational

લગભગ

લગભગ

1 min
235


બધાજ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે, તને ભૂલવાના, 

સમય પણ થાકી ગયો, હવે આવી જા મારી કને.

ક્યારેક મારા જ શબ્દો પર, પસ્તાવો થાય છે મને, 

પછી કાળજે કેવો ઘેરાવો થાય છે, કેમનો કહું તને?

ભટકવું, રખડવું, રઝડવું શબ્દો બધા વાપરી શકાય, 

ભોમિયો થયો છું, હોય ગામ, નગર, શહેર કે દૂર વને.

વેદનાઓ અસહ્ય બનીને બેઠી છે હવે માથા ઉપર, 

ક્યારેક દુઃખે માથુ તો, હું હાથ મૂકી જોઉં છું ગગને.

તારી આ લાગણીઓ નફરતમાં કેમ બદલાઈ ગઈ, 

સ્વર્ગની ચાવી મળી તને, કદાચ એટલે એવું બને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational