STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

લગામ રાખજે

લગામ રાખજે

1 min
405

લગામ રાખીએ અહમ પર,

તો સંબંધો ટકી રહે તમામ,

લગામ રાખીએ આળસ પર,

તો જિંદગીનો જંગ જીતી શકાય.


લગામ રાખીએ જીભના સ્વાદ માટે,

તો સ્વાસ્થ્ય સુધરી જાય,

લગામ રાખીએ જો વાણી પર,

તો દુશ્મન પણ દોસ્ત બની જાય.


રાખી દૃષ્ટિમાં લગામ,

ના જોઈએ કોઈના અવગુણ,

તો રહીએ મજાના હળવાફૂલ.


રાખીએ જો ઈચ્છાઓ પર લગામ.

બની જશે અમૂલ્ય જીવન તમામ.

રાખીએ મન પર લગામ,

ખરાબ વિચારોને આપીએ વિરામ.


ઝૂકાવિયે સદા આંખ,

તો સફળતાના ગગનમાં,

ઉડવા મળે પાંખ,

પીગળી જશે કાળમીંઢ પથ્થરો,

ભલે ને હોય લાખ.


વર્તન વાણી તુંમાં લગામ રાખ જે,

જીતવા જંગ વાણીમાં સંયમ રાખજે,

અમૂલ્ય જીવન માટે નિયમ રાખજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational