Hemaxi Buch

Inspirational

3  

Hemaxi Buch

Inspirational

લેખા જોખા લાગણીના

લેખા જોખા લાગણીના

1 min
462


ચાલો ને આવ્યું નવુ વરસ,

થોડા લાગણી ન હિસાબો જોઈએ,


ગત વર્ષની આવન જાવન,

પ્રેમના પાકા સરવૈયા,


મહોબ્બતની મિલકત,

નફરત અને ઉદાસીની ઉધારી,


વિશ્વાસની બાકી સિલક,

એકબીજાની ભાવના જમાં પુંજી,


સંબંધોનો અડ્સટો,

ચાલો ને કરી લઈએ,


લેખા જોખા લાગણીના,

પ્રેમના પાકા સરવૈયામાં,


ઈશ્ક મોહબ્બતની મિલકત,

અરસપરસની સાચવણ,


સંબંધોનો ઘસારો પુરે,

બંને બાજુનો સરવાળો મળે,

ને સંબંધના ત્રાજવા સરખા થાય.


Rate this content
Log in