લડત
લડત
આમ છુપા વારથીજ,
લડવાની તકલીફ પડે છે,
દુશ્મનોના પીઠ પરના,
ઘા ઝિલવા તકલીફ પડે છે,
ઈરાદાઓ એમના,
સમજી શક્યા નહીં આપણે,
દુશ્મનોની તાકાત ઓછી આંકી,
એ તકલીફ પડી આપણે,
અહમ્ નથી પણ જાત ઓગાળીને,
જીતવા મથીએ આપણે,
શૂન્યમાં ઓગળીને સરહદ પર,
જીતનો નારો લગાવીએ આપણે,
નિતી નિયમો એમણે,
રાખ્યાં દૂર પણ,
આપણે નિતી નિયમોથી,
લડીને રાખીશું રંગ.
ખેર ભલે રહ્યા અરમાનો,
આપણા કુંવારા, પણ,
દેશ માટે લડત લડી,
મરવાની તકલીફ નહીં પડે.