લાલ પીળી બસ ચાલી જાય
લાલ પીળી બસ ચાલી જાય
લાલ પીળી બસ ચાલી જાય
ચાલી જાય..
એમાં બેસી બાળકો ભણવા જાય
ભણવા જાય..
નિશાળે સ્વચ્છતા રાખતાં જાય
રાખતાં જાય..
બ્રશ ઊઠીને કરે
સ્નાન નિયમિત કરે
ઘર આંગણું સ્વચ્છ કરતાં જાય
કરતાં જાય....
લાલ પીળી..
ગણવેશ સ્વચ્છ પહેરે
નખ નિયમિત કાપે
વાળ મજાના ઓળતા જાય
ઓળતા જાય..
લાલ પીળી..
શાળા સ્વચ્છ રાખે
ખૂણે ખૂણો સાફ કરે
કચરો કચરાપેટીમાં નાખતાં જાય
નાખતાં જાય..
લાલ પીળી..