STORYMIRROR

Nisha Shah

Classics

3  

Nisha Shah

Classics

લાખો સલામ

લાખો સલામ

1 min
385


પોપટ ભૂખ્યો નથી તરસ્યો નથી,

પોપટ આંબાડાળે સરોવર પાળે!

ચીઠ્ઠીઓ લખનારા ,આજ કાશ્મીરમાં

આતંકવાદી હુમલામાં થયા શહીદ !


કોઈ માતા બહેન દીકરી કે પત્ની,

એનાં આંખમાં અશ્રુ આવશે નહિ !

એ આંખો કદી ફરિયાદ કરશે નહિ,

પણ હા ! ગર્વથી સદા ઊંચી રહેશે.


આજ દેશમાં હાહાકાર છે, પણ રાષ્ટ્રીય

સન્માન સાથે ત્રિરંગામાં લપેટાયલી,

કેટલીય શબપેટી ફૂલો સજી પડી છે,

જ્યાં પોપટો ચિર નિદ્રામાં પોઢ્યા છે !


રાજ ઘાટ પરતો જગ્યા જ નથી,

યમુનાઘાટે પરમ શાંતિ જણાય છે.

સો સો તોપોની સલામી દેવાય છે,

હરએક ભારતીય રૂણી છે એમનો.


આતંકવાદીનાં હુમલાથી આપણાં સૈનિકો,

કુપવાડામાં જે થયા શહીદ!

હતા કોઈનાં લાડકવાયા દેશ માટે જે

થયા કુરબાન, એમને લાખો સલામ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics