લાગો છો
લાગો છો
તમે મારી કથાનું પાત્ર લાગો છો,
ધરી બંસી કનૈયો માત્ર લાગો છો,
બની રાધા રટાવું છું સતત તમને,
ભળી શ્વાસોમાં મારું ગાત્ર લાગો છો,
ભરેલું યજ્ઞની કૂંડી સમું ભીતર,
હવન પ્રકટાવવાનું ચાત્ર લાગો છો,
અઢી અક્ષર ભણીને યાદ ના રાખ્યા !
ભણી ભૂલી જતા કો' છાત્ર લાગો છો,
ફરી જાઓ છો આવી અવનવા વેશે,
હવે બસ વેશ છોડો જાત્ર લાગો છો.

