લાગણીઓ સમજો
લાગણીઓ સમજો
એક-બીજાને સવાલો ના કરો,
સામ-સામે કઇ ધમાલો ના કરો.
લાગણીઓ કાયમી સમજો તમે,
પ્રેમને સમજો હમાલો ના કરો.
માંગને પૂરી કરો મનથી કરો
જીદ સ્વીકારી વહાલો ના કરો.
જાણ તો છે, બૈ પરસ્પર પ્રેમમાં,
જૂઠનાં ઝઘડે બબાલો ના કરો.
જીંદગી એની એ જીવે ત્યાં સુધી,
દોષ આપી ખુદ સવાલો ના કરો.

