લાગણીનો દરિયો માસી
લાગણીનો દરિયો માસી
લાગણીઓનો પ્રેમભર્યો મીઠો દરિયો લહેરાય,
મમતાની મૂર્તિ બની મીઠું બોલી હરખાય.
હરખાઈ ભાણીઓ જોતા હૈયું માસીનું,
વ્યવહાર સાચવે છતાં ભાણીઓ રમાડે માસી.
પડછાયો બનીને વ્હાલ ઉપજાવતી માસી,
ભુલી બધું માની લાગણી વરસાવી દે માસી.
માનો પર્યાય બનીને સંભાળ રાખે માસી,
ઈશ્વરે આપેલું અદભૂત વરદાન એટલે માસી.
નાનકડી ભાણેજ જોડે નાનું બાળક બને માસી,
નિશા બોલે નાનકી બેન મારી દિકરીઓ ની લાડકી માસી.
