STORYMIRROR

Sandip Pujara

Romance

4  

Sandip Pujara

Romance

લાગે છે

લાગે છે

1 min
146

તમારું સ્વપ્ન લઈ આવે દિવસ, તો રાત લાગે છે,

તમે હોતા નથી પાસે, અને આઘાત લાગે છે,


તમારા ગામથી આવે હવા, તો એ હવા લાગે,

બીજી દિશાઓથી આવે એ ઝંઝાવાત લાગે છે,


તમારી આંખમાં ડૂબીને પાછો ક્યાં જડ્યો છું હું,

સમંદર પણ મને ફીક્કા આ સાતે સાત લાગે છે,


ઝુકાવી આંખ, ને જે સ્મિત સાથે મૌન પાળો છો,

અધૂરી એની પાસે શબ્દની સૌ જાત લાગે છે,


તમે વાંચી ગઝલ, શબ્દો વિષે શું લાગે છે કહેજો,

મને તો આપણા બેના પ્રણયની ભાત લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance