STORYMIRROR

Neha Desai

Romance Others

4  

Neha Desai

Romance Others

લાગે છે

લાગે છે

1 min
254

કોનો આ, એક અણસાર લાગે છે,

હૃદય ઉપર, જાણે ભાર લાગે છે !


શ્વાસ બની કોઈ, ધબકતું રહે છે,

કોનો આ, ઉચ્છ્વાસ લાગે છે ?


ખીલી રહી છે વસંત, સોળે કળાએ,

પાનખર બની કોણ, પાસ લાગે છે !


ભુલી ભુલાય નહીં, કયાં કોઈ વાત,

વાતનો એ દોર, કોઈ ખાસ લાગે છે !


દિલ પર દસ્તક, વાગતી રહે છે,

આવનજાવન કોઈ, ખાસ લાગે છે


તસ્વીર કોઈની, આંસુ બની વહે છે,

આંસુ ને દિલ વચ્ચે, કંઇ ખાસ લાગે છે !


એમ ક્યાં ભુલાય છે, પહેલી “ચાહત”,

પહેલી નજરનો પ્રેમ,

એમજ ક્યાં, ખાસ લાગે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance