STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

ક્યારેક એવું પણ બની જાય

ક્યારેક એવું પણ બની જાય

1 min
120

ક્યારેક એવું પણ બને મઝધારે અટવાયેલી, નાવને કિનારો મળી જાય,

ક્યારેક એવું પણ બને,


ક્યારેક એવું પણ બને,

હું હાથ જોડું ને મારી પ્રાર્થના કબૂલ થઈ જાય,


ક્યારેક એવું પણ બને,

ક્યારેક એવું પણ બને રિસાયેલા સ્વજનો આવીને, મને ગળે મળી જાય,

ક્યારેક એવું પણ બને,


ક્યારેક એવું પણ બને હું તને શોધ્યા કરું,

અને તું મારી અંદર જ મને મળી જાય,

ક્યારેક એવું પણ બને,


ક્યારેક એવું પણ બને,

આંસુઓને આંખોની જેલમાંથી જમાનત મળી જાય !

ક્યારેક એવું પણ બને,


ક્યારેક એવું પણ બને રંગહીન જીવનમાં, કોઈ મેઘધનુષ્યનાં રંગો પૂરી જાય,

ક્યારેક એવું પણ બની જાય,


ક્યારેક એવું પણ બની જાય,

આ નિશ્ચેતન બનેલા દેહમાં કોઈ પ્રાણ પૂરી જાય !

ક્યારેક એવું પણ બની જાય,


ક્યારેક એવું પણ બની જાય,

આ સૂમસામ હૃદયની ગલીઓમાં,

કોઈ સંગીતના સૂર રેલાવી જાય !

ક્યારેક એવું પણ બની જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy