STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

4  

LALIT PRAJAPATI

Romance

ક્યાં સુધી ?

ક્યાં સુધી ?

1 min
262

રાખું હું ખુશહાલ ચેહરો ત્યાં સુધી,

એ જાય છે, જતા રહે ત્યાં સુધી.


સ્વભાવ, આવેશ, નિંદા, વ્યથા છે,

લોકો તમને મળતા રહે ત્યાં સુધી.


પ્રશ્નો પૂછવાનું દુનિયા બંધ નહીં કરે,

એને જવાબો મળતા રહે ત્યાં સુધી. 


હયાત છું બસ એમ માનતા રહેજો,

પત્રો આપને મળતા રહે ત્યાં સુધી.


એમનો આવવાનો વાયદો છે આજે,

જામ બસ ઓગળતા રહે ત્યાં સુધી.


એ આવશે જ ખાતરી છે ત્યાં સુધી,

આ ચરાગો બળતા રહે જ્યાં સુધી. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance