ક્યાં સુધી?
ક્યાં સુધી?
ક્યાં સુધી પાલન કરૂં હું તને મળવાના વાયદાનું?
તુ મને મળે નહી તો મારૂ મન નિરાશ થઈ જાય છે.
ક્યાં સુધી નસીબમાં લખ્યુ છે મારે તડપવાનું?
તને જોવા માટે મારા નયનો તરસ્યા બની જાય છે.
ક્યાં સુધી શમન કરૂં હું તારા વિરહની આગનું,
તારા વિના મારૂં આ દિલ બળીને રાખ થઈ જાય છે.
ક્યાં સુધી સપનું જોયા કરૂં તારા મધુર મિલન નું,
તારા સપના જોઈને મારી રાત વેરણ બની જાય છે.
ક્યાં શબ્દોમાં વર્ણન કરૂં હુ તારી દરેક નબળાઈનું,
"મુરલી" લખતા લખતા હવે આ કલમ થાકી જાય છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

