STORYMIRROR

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

ક્યાં માનું છું ?

ક્યાં માનું છું ?

1 min
183

કોણ છું હું ? ક્યાંથી આવું છું, હું ? ક્યાં જાણું છું ?

ગટગટાવું છું, હળાહળ વિષ રોજ,

તોય મને, શિવ, ક્યાં માનું છું ?


અથડાતો રહું છું, દિશાવિહીન સુકાન બનીને,

સમાવું છું, બધી વેદના, મારી અંદર, 

તોય મને, મહાસાગર, ક્યાં માનું છું ?


રોજ બાજી હારું છું, જિંદગીની ચોપાટમાં,

ખેલું છું, ફરી નવો, એક દાવ, 

તોય મને, યુધિષ્ઠિર, ક્યાં માનું છું ?


વેચાતો રહું છું, નિત્ય સંબંધોનાં, બજારમાં,

કરું છું, ફરી, નવાં ભાવતાલ,

તોય મને, વ્યાપારી, ક્યાં માનું છું ?


આથમતો રહું છું, રોજ વિટંબણાઓની સાથ,

ઊગું છું, બની, નવું એક, પ્રભાત,

તોય મને, પ્રકાશતો સૂરજ, ક્યાં માનું છું ?


પછડાતો રહું છું, પોતાનાંઓ થકી ખાસ,

મથતો રહું છું, 'ચાહત'થી, આંબવાને આકાશ,

તોય મને, પાગલ, ક્યાં માનું છું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational