Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

ક્યાં કચાશ રાખી ?

ક્યાં કચાશ રાખી ?

1 min
188


હા, હું સ્ત્રી છું,

જે હતું તારું, એ મારું અને આપણું 

કરવામાં ક્યાં કચાશ રાખી ?


સપના હતા તારાં આપણાં સમજી પૂરા 

કરવામાં ક્યાં કચાશ રાખી ?


તારી આશા અને અપેક્ષાઓ પૂરી 

કરવામાં ક્યાં કચાશ રાખી ?


મૂળસોતી ઉખડી તારાં આંગણે લીંપાણી,

સમર્પિત થવામાં ક્યાં કચાશ રાખી ?


ઈચ્છાઓના મૃગજળ પાછળ દોડું ને થાકું 

તને હિંમત આપવામાં ક્યાં કચાશ રાખી ?


પણ....


હું ભૂલી ગઈ..

કે હું પણ એક જીવ છું 

મારા માટે જીવવામાં હા, મેં કચાશ રાખી..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy