STORYMIRROR

Pushpa Maheta

Inspirational Others

3  

Pushpa Maheta

Inspirational Others

ક્યાં જવું?

ક્યાં જવું?

1 min
26.4K


પાશથી જુદા સરીને ક્યાં જવું?

આશ ઉરની ચાતરીને ક્યાં જવું?

આગ ઝરતી વેદનાની ચીસ ને-

ઘાટઘાટે પાથરીને ક્યાં જવું?

કુંપળો ફૂટી સજે, નવલી ધરા,

તાલ ને લય સંઘરીને ક્યાં જવું?

આંગણાંમાં ઘૂઘવે એકાંત જ્યાં,

એક પડઘાને સમારીને ક્યાં જવું?

પાદરે થઈને વહે ખળખળ નદી,

પ્યાસ ભીતરમાં ભરીને ક્યાં જવું?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational