STORYMIRROR

urvashi trivedi

Inspirational Thriller

4  

urvashi trivedi

Inspirational Thriller

ક્યાં જરૂર છે

ક્યાં જરૂર છે

1 min
55

દિવાલોની તિરાડ પણ કાફી છે,

પીપળાને નરમ માટીની ક્યાં જરૂર છે.


મૌન જ સૌથી મૂલ્યવાન છે,

બોલીને ગૌણ થવાની ક્યાં જરૂર છે.


પોતાના જીવનને ભરપૂર રંગોથી રંગી દઈએ,

દુનિયાનાં રંગોને જોવાની ક્યાં જરૂર છે.


અંદર તો કાયમ ધૂણો ધખધખે છે,

આંખોને સતત વરસવાની ક્યાં જરૂર છે,


માનવી જ માનવી સુધી પહોંચતો નથી,

ચંદ્ર સુધી પહોંચવાની ક્યાં જરૂર છે.


જે જગાડે તેને જ જીવનમાં માર છે,

કૂકડાઓને વધેરાઈ જવાની ક્યાં જરૂર છે.


સંબંધ હોય કે શ્વાસ હોય તેને,

કાયમી આધારની ક્યાં જરૂર છે.


જિંદગીએ હાથ ઊંચા કરી દીધા પછી,

મોતને મારણની ક્યાં જરૂર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational