કવિતા - કલમ
કવિતા - કલમ
કલમ મારી છે કલદાર,
સાહિત્યની છે રસધાર.
કાવ્યમાં દિલના ભાવોને,
પ્રગટ કરે છે ગઝલકાર.
કહાનીના નિર્જીવ પાત્રોમાં,
ચેતનવંતા કરે છે વાર્તાકાર.
અખબારના પન્ના પર સત્ય,
ને છાપી શકે સાચો પત્રકાર.
ઉર લાગણીઓને ઉંડાણેથી,
ખેંચી જાણું હું "અનુ"ઉત્તર.
