કુટુંબ
કુટુંબ
કુટુંબ છે એક ઘેઘુર વાદળો, છાયા આપે ફેલાવી વડવાઈઓ ,
જેની છત્રછાયામાં ઠંડક, પંખી ચહેકે ફેલાવી પાંખો .
આ વડની વડવાઈ હો મજબૂત,જો મુળીયા તેના સધ્ધર,
વડવાઈ એ બાંધેલો હિંચકો ઝૂલે ,ઊંચે અધ્ધર અધ્ધર .
કુટુંબ બને મજબૂત અને વિસ્તરે ,જો દરેક ને હોય લગાવ,
એકબીજાને પૂરક બને જો,વિકસે પૂર બહાર .
સુખના સમય સાથે ઉજવે, હર ઉત્સવ ત્યોહાર ,
દુઃખના સમયે સાથે મળી ને, દુઃખ ને આપે હાર .
કુટુંબની હૂંફ છે લાકડીનો ભારો, તોડી શકે ના કોઈ,
છુટ્ટી પડી જો લાકડી તો, તૂટી સમજો ભાઈ .
