કુરબાની
કુરબાની


હાથમાં છે તિરંગો ને હોઠ પર હિન્દમાની વાણી
ઓરે શહીદો તમે દેશ કાજે દીધી મોટી કુરબાની,
સત્ય,અહિંસાના તમે
છોને હતા રે પૂજારી
ભારતમાતાની કૂખ તમે
સાચા અર્થમાં ઉજાળી,
ઓરે બાપુ... તમે સાબરમતીના પીધાં રે પાણી
હાથમાં છે તિરંગો ને હોઠ પર હિન્દમાની વાણી,
લોખંડી પુરુષ ભારતના
સરદાર કહેવાયા
દેશી રજવાડાઓને
કૂનેહથી એક બનાવ્યાં,
ઓરે સરદાર..... તમારી બુદ્ધિ બહુ રા શાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિન્દમાની વાણી,
દિલમાં મરવાની તમન્ના
સૌને રે જગાડી
અંગ્રેજોની ઊંઘ પલમાં
તમે રે.. બગાડી,
ઓરે ભગત તમારી શૂરવીરતા આખા જગે જાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિન્દમાની વાણી,
મૂછ પર તાવ અને
મરવાની રે આશા
અંગ્રેજોને સમજાવી
એમની રે ભાષા,
ઓરે આઝાદ તારી બાળપણની નીડરતા લખાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિન્દમાની વાણી,
નવયુવાનોને હિન્દ
કાજે રે....લીધા
મા ભારતી કાજે
ચરણોમાં પ્રાણ દીધા,
ઓરે સુભાષ તારી હિન્દફૌજની અમર કહાણી
હાથમાં છે તિરંગોને હોઠ પર હિન્દમાની વાણી.