કુમારી થી નારી
કુમારી થી નારી
કલ કલ વહેતા ઝરણા જેવી
હું હતી ચંચલ કુમારી,
ગંભીર સાગર જેવો તુ મલ્યો
થઇ સંપૂણૅ નારી.
સુંદર સપનાઓ સજાવતા
જીવન રહ્યુ તુ ચાલી,
તે ડોકીયુ કર્યુ ત્યા તો
ખુલી હૈયાની બારી.
હથેવાળો તારી સાથે થયો ને
હસ્ત રેખા બદલાણી,
મારા ઉરની ઊર્મી ઓની
દિશા મંડાણી.
મારા કોરા સપના તે
આંજી લીધા આંખો મા તારી,
તારા સાથે જીવનમાં
સુંદર રંગોળી રચાણી.
સહજીવનના સાત વચનો
જઇશુ રે નીભાવી
હાથમાં તારો હાથ એ જ
મારા જીવન ની ખુમારી
