કુદરત
કુદરત
અખૂટ સમૃદ્ધિથી ભરપૂર આપ્યો તે ખજાનો,
ફૂલોથી મહેકતો બગીચો લાગે કેવો મજાનો..!!
વસંતના કેવા મીઠાં વાયરા તે આપ્યા,
ઈન્દ્રધનુષના રંગોને કેવા સુંદર તે કંડાર્યા..!!
સુંદરતાની વિશિષ્ટ પ્રતિકૃતિ છે થનગનતો મોરલો,
શાંત સરોવરને સજાવે છે મનમોહક હંસલો..!!
આંબાની ડાળીએ છૂપાઈ કલરવ કરે છે કોયલરાણી,
દરિયાનાં ઉછળતા મોજા સંગ માયા રૂડી બંધાણી..!!
અમ કાજ તો તે સર્જ્યો છે અખૂટ ભેટ-સોગાદનો ભંડાર,
સમજી ન શક્યો માનવી એને ને કર્યો સ્વાર્થ કાજ એનો સંહાર..!!
હે કુદરત ! કેવું અદ્ભૂત છે ને તારું દરેક સર્જન,
પણ જાળવી ન શક્યા એને અમ સૌ જન..!!
