STORYMIRROR

Margi Patel

Tragedy

3  

Margi Patel

Tragedy

કુદરત એક વરદાન

કુદરત એક વરદાન

1 min
693

નામમાં જ છુપાયેલા છે તમામ અર્થ અહીં,

પૃથ્વી પરની લીલોતરી એટલે પર્યાવરણ,

ધરતીએ ઓઢેલી લીલીછમ ચૂંદડી એટલે પ્રકૃતિ...


થાય છે ઓછી પ્રકૃતિ આ મોડર્ન જમાનાના આગોશમાં,

કપાય છે વૃક્ષ ને વધે છે ગરમી, બદલાય છે ઋતુ અહીં...


આપે રાહ જતા મુસાફરો ને છાંયો, લે 'હાશ' ના શ્વાસ અહીં,

થયો નાશ લીલોતરીનો જવાનું માટે લાવવો ક્યાંથી પ્રાણવાયુ??


જીવંત છે વૃક્ષો, પ્રાણીઓ અને વાદળોથી આ દુનિયા અહીં,

ઝરણાં, નદી ને દરિયાના પાણીની ખળખળથી થાય છે જીવન...


પ્રદુષણ વાયુ અને જળનું અમાપ થાય છે પ્રકૃતિથી,

બચાવો ધરા આ માનવ રચિત વમળથી...


કરો જતન કુદરતી સૌંદર્યનું આપે સ્વચ્છ શ્વાસ આપણને,

રહેવાસ છે એ પક્ષી-ખિસકોલીને નાના જીવનું પહેલા...


વરદાન છે આ પ્રકૃતિ આપણે આપેલી ભગવાને આ અનેરી,

શિયાળે ઠરી, ઉનાળે બળી, વરસાદે પલળી કરાવે અનુભવ અનેરો...


થયો નાશ વિકાસના નામે આજે વનરાજીનો,

જન્મ-મરણ સુધીનો સહારો છે આપણો આ...


કર્યાં માનવીએ સ્વાર્થના વિચારો અને વૃત્તિઓ આપણી,

કર્યાં કકળાટ ગ્લોબલ વોર્મિગનો ને પડ્યું ગાબડું ઓઝોન સ્તરનું...


કરો જતન પ્રેમથી પર્યાવરણનું દિલથી,

એક સુંદર વરદાન છે આ પ્રકૃતિ આપણી...



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy