કુછ મીઠા હો જાયે
કુછ મીઠા હો જાયે
ચોકલેટનું નામ આવતાં જ ચહેરે સ્મિતનું આગમન,
"કુછ મીઠા હો જાયે" સૂણતાં જ મલકી ઊઠે મન,
વાર, તહેવાર, પ્રેમ હો કે હો રક્ષાબંધન
સંગે ચોકલેટ હંમેશા રહે સ્નેહનું બંધન,
મીઠાં ઉષ્માભર્યા સંબંધોનું વધારે જીવન
ભરે વધુ મીઠાશ કરે સ્નેહની સરવાણી સજીવન,
પણ પારંપરિક મીઠાઈઓને ભૂલાવે સદા આ નવીન
કદાચ અજાણતાં જ માંસાહારી બનવાની આશંકા મહીન,
ચોકલેટ ખરીદો વાંચી વિચારીને જ તો તમે પ્રવીણ
યા તો ઘરે બનાવો પણ શુદ્ધતાનો આગ્રહ જ અગ્રીમ.