STORYMIRROR

Swati Pavagadhi

Inspirational Others

5.0  

Swati Pavagadhi

Inspirational Others

કૃષ્ણરંગ

કૃષ્ણરંગ

1 min
27.7K


તને જોઈ લાગે કાન્હા, કે સવૅસ્વ તું !

તારી સામે આવી, દુનિયા આખી ભૂલી હું.


ભૂલી હું મારું ભાન, લઈ ને તારો સંગાથ,

સુખ તું, સખા તું, મારા જીવનનો સારથી તું.


ગોવિંદ તું, ગોપાલ તું, મારા ગામનો ગોવાળ તું,

કાનજી તું, કૃષ્ણ તું, કરુણાનો ભંડાર કન્હૈયા તું.


માધવ તું, મોરારી તું, મોરલી વગાડનાર મોજીલો તું,

રાજા તું, રણછોડ તું, રાસલીલા નો રંગ તું.


શ્યામ તું, ઘનશ્યામ તું, ક્ષણ-ક્ષણ વાંસળીનો સૂર તું,

ગીત તું, ગગન તું, જીવન નો આધાર ગીરધારી તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational