STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

કરશું મિલન રળિયાત

કરશું મિલન રળિયાત

1 min
439

વરસાદ થઈને વ્હાલ તું વરસી જજે,

સ્પંદન સકલ મુજ ઉર તણાં પરખી જજે,


યાદો તણી બારાત પીડે છે મને !

શાતા વળે ના એક પળ સમજી જજે,


નયણાં ગયાં તરસી હવે તો આવ તું,

કરશું મિલન રળિયાત બસ પલળી જજે,


ખરશે વિયોગી ગીત સઘળાં સાયબા,

અંતર થશે તરબોળ ! તું હરખી જજે,


તું હું અને વરસાદ, બીજું ના ખપે !

'શ્રી' ઝંખતી બસ આટલું ! અરપી જજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational