કરોડપતિ ગરીબ
કરોડપતિ ગરીબ
આપણી ઓકાતની ક્યારે ખબર પડે,
જ્યારે આપણા પર આભ તૂટી પડે.
સમજી સજ્જનને સાહુકાર જ્યાં હૂંડી લખી,
ત્યાં જ એ કરોડપતિ, વાસ્તવમાં ગરીબ નજરે પડે.
અહો ! કુદરત કંઈક વધાર લાયકાત તું મારી,
અહીં તો વાંદરા અને કૂતરા મારાથી પહેલા ચડે.
એક જીવતા માણસને નજરઅંદાજ કરે છે, ને..
એના જ હાથે, એ જ ટાણે મંદિરે હજારોનો ઘી ચડે,
દસુ મેં તો જોઈ લીધું હીર ઘણાનું, જે હતા અગ્રણી..
દયા, દિલ અને કરુણા દાતારી અહીં ન નજરે પડે.
