STORYMIRROR

Bharat Thacker

Romance

3  

Bharat Thacker

Romance

કરિશ્મા

કરિશ્મા

1 min
446

હું હતો પરવાનો અને એ મારી શમાં હતી,

હું હતો પ્રેમમાં, પ્રેમની એ ગરિમા હતી,


શુષ્ક લાગતી હતી જ્યારે સારી દુનિયા,

ત્યારે મળી એના પ્રેમની અનેરી ઉષ્મા હતી,


દુનિયાદારીના જ્યારે ચુભી રહ્યા હતા કંટકો,

એના પ્રેમથી જીવન બાગમાં છવાઇ ખુશનુમા હતી,


જ્યારથી આવી હતી મારી દુનિયામાં એ પ્રેમ બનીને,

બદલાઇ મારી દુનિયા, એવી એના પ્રેમની મહિમા હતી,


કવિતામાં સમાવી નથી શકતો વાત એના પ્રેમના જાદુઇ સ્પર્શની,

શમાં, ગરિમા, ઉષ્મા, ખુશનુમા, ના જાણે એ કેવી કેવી કરિશ્મા હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance