STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

ક્રિકેટધર્મ

ક્રિકેટધર્મ

1 min
270

શરીર પર ચીતર્યા રંગ ને ટેટુ,

અને પહેર્યા રંગીન પરિધાન છે,

હર્ષોલ્લાસ અને હાથમા ત્રિરંગા સાથે

ગજવે ક્રિકેટ મેદાન છે.


ભારતમાં ક્રિકેટ છે ધર્મ,

અને ક્રિકેટરો ભગવાન છે,

ઢોલ નગારા અને નાચગાન સાથે,

ભારતીય પ્રસંશકો આપે બહુમાન છે.


આબાલ-વૃદ્ધ સહુ કોઇને,

આપણી ક્રિકેટ માટે સ્વાભિમાન છે,

ભારતીય ક્રિકેટ ટીમ માટે,

પ્રસશંકો પ્રેરણાનું વરદાન છે.


ભારતમાં ક્રિકેટ છે ધર્મ,

અને ક્રિકેટરો ભગવાન છે,

પ્રજા તો ભલે, બોલીવુડ અને

મોટી કંપનીઓ પણ કદરદાન છે.

 

ભારતીય ક્રિકેટ પ્રસશંકો,

દરેક મેચને આપે દિલોજાન છે,

પાકિસ્તાન સામે હોય તો,

પ્રસશંકોનો પારો સાતમે આસમાન છે.


ભારતમાં ક્રિકેટ છે ધર્મ,

અને ક્રિકેટરો ભગવાન છે,

વર્લ્ડક્પની સાતેય મેચમા,

પાકીસ્તાનને ભારતે કર્યુ ખેદાન મેદાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational