કરામત ખુદાની
કરામત ખુદાની
ચમનના આ ફૂલો, અમાનત ખુદાની,
ને ખુશ્બુ ચમનની, કરામત ખુદાની,
સવારે ઊગે ને, ઢળી જાય સાંજે,
દિવાકરની સાથે, છે ગમ્મત ખુદાની,
દિવાળીએ છાનો, ને હોળીએ રાતો,
શશીની કળામાં, છે રંગત ખુદાની,
પહાડોને છોડી, સમંદરને ભેટે,
નદીની એ મસ્તી, નજાકત ખુદાની,
જુઓ આ વસંતે, કેસુડો છવાયો,
હશે કો' ભલામણ, અંગત ખુદાની,
રહી ગર્ભમાં બીજ ઉછરે મજાનું,
જરાયુની ઓથે, છે સંગત ખુદાની,
ઉનાળે દઝાડે,ને ચોમાસે 'હેલી'
ઋતુઓની સાથે શરારત ખુદાની.
