STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

કોરોના

કોરોના

1 min
25

પતિ કહે પત્નીને -સૂઈ જા ચા હું મૂકી દઈશ,

પહોળી થાય આંખો પત્નીની

અહો આશ્ચર્યમ્ થાય,


દીકરી કહે મમ્મીને આજની રસોઈ હું બનાવીશ,

હરખાઈ માંની આંખો

અહો આશ્ચર્યમ્ થાય,


દીકરો કહે દાદાને તમારા પગ દબાવી દઉં,

વહાલ ઉપજે દાદા ને

અહો આશ્ચર્યમ્ થાય,


દીકરી કહે દાદીને આવો હું રામાયણ મૂકી દઉં,

દુ:ખણા લે દાદી

અહો આશ્ચર્યમ્ થાય,


બદલાઈ ગયેલા સૌના વર્તનને જોઈ

પપ્પા રાજી થાય,

હર્ષાશ્રુ આવે આંખોમાં

અહો આશ્ચર્યમ્ થાય,


ઘરમાંથી કોઈ બહાર ન નીકળે,

બહાર બેઠેલો કોરોના મૂંઝાય

થાકી હારીને ભાગી ગયો કોરોના ભારત છોડી,

આખી દુનિયામાં અહો આશ્ચર્યમ્ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational