કોરોના
કોરોના


વિશ્વ આખુ કોરોનાથી સ્તબ્ધ
વિષાણુ ના સંક્રમણે જીવન બંધાયુ
લોક-ડાઉન ના સમયે ઘણું બદલાયું
રસ્તા ખાલીખમ ને ગગન સ્વચ્છ જોયું
ભૂલ્યા'તા એકબીજાની સંભાળ લેવાનું
સમય સાથે વિતાવે, પરિવાર નજીક આવ્યું
ભૂલ્યા'તા બધા શોખ મસ્તી,
સંગીત, રસોઈ ને કાવ્ય નવું રચાયું
ભૂલ્યા'તા ઘાંસ પર ચાલવાનું
બગીચે હિંચકા ખાતા હાસ્ય રેલાયું
સાથે મળીને સૌ કરીએ સામનો
લોક-ડાઉને અંત:જગત પ્રગટ્યુ.