Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational

4.8  

Nana Mohammedamin

Inspirational

કોરોના વોરિયર્સને સલામ

કોરોના વોરિયર્સને સલામ

1 min
381


દુનિયા જેનાથી ભાગે છે એને ભગાડો છો તમે; 

પારકાને પણ પોતાનાની જેમ સાચવો છો તમે, 

દરેક ખૂંખાર વાયરસ સામે બાથ ભીડો છો તમે; 

દરેક હદયમાં એક આશ બનીને જીવો છો તમે.


ઘર - પરિવાર છોડી બંદોબસ્તમાં વ્યસ્ત છો તમે; 

ડર છોડી લોકસેવા કાજે જોખમ ખેડો છો તમે, 

વાયરલ ના થાય માટે વાયરસની સામે છો તમે; 

સન્માન મળે ના મળે તેવા કાજે જીવો છો તમે. 


વિચારી ના શકે જનતા એવું કાર્ય કરો છો તમે;

ગેરહાજરીમાં નમકની જેમ યાદ આવો છો તમે;

ઊગતા વાયરસને અસ્ત કરવા જાગો છો તમે; 

કદર થાય ના થાય દરકાર સૌની કરો છો તમે. 


દરેક કોરોના વોરિયર્સને સલામ કરીએ છીએ અમે,

તમારી ખુશી - સલામતીની દુઆ કરીએ છીએ અમે:

તમારી સેવાઓ સામે સલામ કરીએ છીએ અમે, 

કહે છે "નાના" કાયમ આભારી તમારા થઇએ છીએ અમે.


-Nana Mohammedamin 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational