કોરોના -એક આલબેલ
કોરોના -એક આલબેલ


માનવ મૂલ્યોનો જ્યારે ધરતી પર હ્રાસ થાય છે,
શાંત પ્રકૃતિમાં ઈશ્વરીય કોપનું આહ્વાન થાય છે.
માંસ ખાનારાની ભીડમાં સૃષ્ટિનું નિકંદન થાય છે,
પાઠ ભણાવવા અધર્મીને રૌદ્ર રૂપનું ત્રાટક થાય છે.
માનવ બને માનવનો વેરી, પ્રકૃતિ ચલિત થાય છે,
નાછૂટકે પ્રકૃતિમાં કોરોનાનો આવિષ્કાર થાય છે.
"માણસ ગંધાય માણસ ખાઉં" વાર્તા સાચી થાય છે,
કોરોના મહાદૈત્યનાં આગમને વાયુ વિષાકત થાય છે.
પ્રાકૃતિક સાંકળની એકેય કડીને જો નુકશાન થાય છે,
આ અટકચાળો માનવીનો જીવલેણ સાબિત થાય છે.
આલબેલ છે મહામારી, કાલચક્ર ગતિમાન થાય છે,
સચેત બનો પ્રકૃતિ પરત્વે, સ્વાસ્થ્યને હાનિ થાય છે.
'દીપાવલી' સમય રહેતાં સમજે એનો બચાવ થાય છે,
જાણે છે પ્રકૃતિ, અહીં ચમત્કારને જ નમસ્કાર થાય છે !