Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker

Inspirational Children

4.5  

Ajay Parker

Inspirational Children

કોણે કરી ?

કોણે કરી ?

1 min
436


સુંદર આ દુનિયાને સુંદર અહીંની સૃષ્ટિ;

રંગોને જોવાની હામ મારી આંખોમાં કોણે ભરી ?


કાળી કોયલના ટહુકામાં મીઠાશ કોણે ભરી ?

પેલા મોરલાના પીંછામાં કરામત કોણે કરી ?


આંબાના મ્હોરમાં આવી ગઈ મંજરી;

મઘમઘતા પેલા ફૂલમાં ફોરમ કોણે ભરી ?


કાગડાને કબૂતરનાં આમ તેમ ડાળખાં;

પેલી સુગરીમાં એવી આવડત કોણે ભરી ?


ઘૂઘવતા દરિયામાં પાણીનો નહીં કઈં પાર;

ઊંચે પેલી વાદળીઓને પાણીથી કોણે ભરી ?


હું તો પૂછું આ સઘળી બનાવટ કોણે કરી ?

અચરજ જેવી આ કરામત કોણે કરી ?

કોણે કરી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational