STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

કોણ લઈ ગયું?

કોણ લઈ ગયું?

1 min
26.4K


કોની દુઆથી આજ ફરી જિંદગી મળી?

મારા આ હાથમાંથી કઝા કોણ લઈ ગયું?

એ જીવવાની હામ હતી, આશ પણ હતી,

એ કિંમતી અમારી વ્યથા કોણ લઈ ગયું?

હું બેવફા બનીને રહ્યો જિંદગી બધી, 

કે આપણા પ્રણયની વફા કોણ લઈ ગયુ?

સુખથી જગે મને બળવા પણ નથી દિધો,

મારી ચિતાની આજ હવા કોણ લઈ ગયું?

"આભાસ" જિંદગીમાં બચી છે હવે પીડા,

મારા નસીબમાંથી મજા કોણ લઈ ગયું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy