STORYMIRROR

Dr.Milind Tapodhan

Romance Others

4  

Dr.Milind Tapodhan

Romance Others

કોણ છે વહાલું ?

કોણ છે વહાલું ?

1 min
516

માંગ્યો હતો તેણે પ્રેમ પત્ર અને મેં મોકલી ગઝલ,

બસ ત્યારથી તેણી ગુસ્સામાં ધૂંધવાય છે,


પૂછ્યું હતું તેણે, મારી કઈ યાદ છે સૌથી પસંદ ,

કહ્યું મેં,જયારે જોઈને તને ઉદ્ભવી હતી શાયરી,


બોલી ઉઠી તેણી, તું બસ આજે સ્પષ્ટ કર,

હું છું તારી પ્રિયતમા કે સાહિત્ય તારો પ્રેમ છે ?


ગૂંચવાયો હું કે આ તે કેવી પૃચ્છા, આ તે કેવો પ્રશ્ન,

છે એક પ્રાણવાયુ, બીજો હદયનો ધબકાર છે,


કહ્યું મેં,સાહિત્ય તો છે માત્ર મારી અભિવ્યક્તિ,

પ્રેમ જ તારો, સૂતેલા શબ્દોને મહેકાવી જાય છે,


પહેલાં ઘણા પ્રયાસે પણ મળતો ન પ્રાસ જલ્દી,

આગમન પછી તારા, શબ્દો આપોઆપ ગોઠવાય છે,


કહી ઉઠી તેણી, કવિ જોડે પ્રીતમાં આજ છે મુશ્કેલી,

મનાવવી મને એટલે માત્ર તારી એક ગઝલની પ્રસ્તુતિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance