Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel (Youtuber)

Inspirational

4  

Rajeshri Patel (Youtuber)

Inspirational

કોને લાગુ પાય

કોને લાગુ પાય

1 min
412


લાગતા સરખા બંને, માત-પિતાને ઈશ્વર,

મુજ સમજવુ કઠિન લાગુ કોને પ્રથમ પાય ?


આપે એક જીવન તો બીજો શીખવે જીવતા,

આપે એક પ્રાણ તો બીજો સાચવે શ્વાસ.


આપે એક ચરણ તો બીજો શીખવે ચાલતા,

આપે એક ઊંઘ તો બીજો સુવડાવે હાલરડાંથી.


આપે એક ભૂખ તો બીજો જમાડે વ્હાલથી,

આપે એક અસ્તિત્વ તો બીજો કરાવે તેની જ ઓળખાણ.


દુવા, હોસલો મળે સદા, મળે શીતળ છાંય,

ઘરમાં જ છે અડસઠ તીરથ, શીદ ને ફરું મંદિર?


વિના માતા-પિતા, દિન પણ લાગે કઠિન,

જાણે વગર અંગુઠે કરતી કામ આંગળીઓ.


માત-પિતા જ મુજ ભગવાન, ઘર બન્યું મંદિર,

ભજું ઈશ્વર તને રાત દિન,

પણ લાગુ પ્રથમ પાય મા-બાપને.


Rate this content
Log in