કોઈ અજનબી
કોઈ અજનબી
વહેતા આંસુને લૂછી ગયા કોઈ અજનબી,
દુઃખનું કારણ ભૂસી ગયા કોઈ અજનબી,
હૈયાની આગ બુઝાવી ગયા કોઈ અજનબી,
જીવનનો બાગ સજાવી ગયા કોઈ અજનબી,
પાનખર જેવું બની ગયું હતું જીવન,
વસંતનો અહેસાસ કરાવી ગયા કોઈ અજનબી,
સૂના જીવનમાં સાત સૂરોની સરગમ રણકાવી ગયા કોઈ અજનબી,
જીવનની અંધારી ગલીમાં આશાનો દીપ પ્રગટાવી ગયા કોઈ અજનબી,
સમસ્યાઓનો કોયડો સૂલઝાવી ગયા,
એક ક્ષણમાં ભાગ્ય પલટાવી ગયા કોઈ અજનબી.
