કંકુ પગલાં
કંકુ પગલાં
ઢોલ વાગ્યા, ને વર વહુના હાથ મળ્યા,
જાણે આકાશ ધરતીના સાથ મળ્યા.
હસ્તમેળાપની વેળા, છે જન્મોના કોલ,
નવદંપતી સાથે રહેજો, સુખદુઃખમાં હરપલ.
વાગે શરણાઈ, સંગીતની મેહફીલ જામી,
સપ્તપદીના વચનોની, વેળા આવી.
સાત જન્મોનો પવિત્ર સથવારો મળ્યો,
કન્યાદાનની વિધિનો પ્રારંભ થયો.
આંખે આંસુને, મુખ પર છે ખુશી અપરંપાર,
વિદાય વેળા આવી, આશિષ છલકે અપાર.
સપના મીઠા આંખે, લઇ સાસરમાં,
કંકુ પગલાં માંડજો, નવા સંસારમાં.
