કંકર પણ મોતી થઈ ગયા
કંકર પણ મોતી થઈ ગયા
જે દિવસે એમના દીદાર અમને થઈ ગયા,
આયના બધા જાણે સાવ બેકાર થઈ ગયા.
જે દિવસે ચમનમાં એના પગલાં થઈ ગયા,
પથ્થર પણ જોને ફૂલોના હાર થઈ ગયા.
સ્પર્શ થયો જોને પથ્થરને, જાણે એ સજીવન થઈ ગયા.
અદા જોઈને એની પાગલ ભ્રમર થઈ ગયા.
સ્પર્શ થતાં કંકર ને, કંકર પણ મોતી થઈ ગયા,
પહાડ પણ જોને વહેતા સરવર થઈ ગયા.
આંખથી આંખ મળી ને અમે દિવાના થઈ ગયા,
હાથ લીધો એને અમારો હાથમાં ,અમારા હકદાર એ થઈ ગયા.

